Text only | Accessibility | Translations

Redbridge i

You are here: Home > System Pages > Translation Services

Gujarati

FAQ for Gujarati | Contact for Gujarati

રેડબ્રિજ કાઉન્સિલ રેડબ્રિજને રહેવા માટે વધુ સારી જગ્યા બનાવવામાં મદદ કરતા હોય તેવા રહેવાસીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પૂરી પાડે છે. અમે આખા બરોમાં લોકોને હજારો સેવાઓ પૂરી પાડીએ છીએ જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સ્કૂલો અને વયસ્કો માટે શિક્ષણ
  • બાળકો, યુવા વ્યક્તિઓ અને કુટુંબો માટે સેવાઓ, જેમાં બાળસંભાળ સામેલ છે
  • વયસ્ક લોકો માટેની સામાજીક સંભાળની સેવાઓ
  • બેનિફટો અને વેલ્ફેરને લગતી મદદ
  • નિવાસને લગતી સલાહ (હાઉસિંગ એડવાઇસ)
  • નાગરિકતાને લગતી વિધિઓ
  • જન્મ, મરણ અને લગ્નોની નોંધણીં
  • લાઇબ્રેરીઓ અને સ્પોર્ટસ સેન્ટરો
  • કચરા અને રીસાઇકલીંગની સેવાઓ
  • પાર્કિંગને લગતી પૂછપરછો અને પરવાનાઓ

કાઉન્સિલરો

કાઉન્સિલરોને લોકશાહી મારફત ચૂંટવામાં આવે છે.  તેઓ સમાજ વતી કાઉન્સિલને કેવી રીતે ચલાવવી જોઇએ તેને લગતા નિર્ણયો કરે છે.  અમારી વેબસાઇટ ઉપર તમારા સ્થાનિક કાઉન્સિલર વિષે માહિતી મેળવો અથવા 020 8708 2353 ઉપર ટેલીફોન કરો.

આરોગ્ય

0845 4647 ઉપર ટેલિફોન કરો અથવા www.nhs.uk ની મુલાકાત લો

મુકામી ડોકટરની સર્જરીઓ, ડેન્ટીસ્ટો, ફાર્મસીઓ, NHS વોક ઇન સેન્ટરો, મુકામી એક્સીડન્ટ એન્ડ ઇમર્જન્સી (A&E) યૂનિટ અને સોશિયલ કેર સર્વિસીઝ વિષે માહિતી મેળવવા માટે 

કટોકટીની સેવાઓ

પોલિસ

જો ખરેખર કટોકટી હોય તો જ 999 ઉપર ટેલીફોન કરો.  કટોકટી ન હોય તેવી પૂછપરછો માટે 020 8478 1123 ઉપર ટેલીફોન કરો.

ફાયર (કટોકટી)

મહેરબાની કરીને 999 ઉપર ટેલીફોન કરો

જો અંગ્રેજી તમારી માતૃભાષા ન હોય, અથવા જો તમે બધીર હોવ અથવા સાંભળવાને લગતી કોઇ અક્ષમતા ધરાવતા હો તો અમે દુભાષિયા અને ભાષાંતરની સેવાઓ પૂરી પાડીએ છીએ.

નીચે આપેલ દસ્તાવેજ તમને શરૂઆત કરવા માટે જરુરી દરેક માહિતી પૂરી પાડશે.

તમને આ પાના ઉપરના દસ્તાવેજને ખોલવા માટે Adobe Acrobatની જરૂર પડશે (pdf દસ્તાવેજો માટે)

મફત Adobe Acrobat Reader સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્કનો ઉપયોગ કરો

જો તમે અમને અમારી કાઉન્સિલની સેવાઓ વિષે કોઇ પ્રતિપુષ્ટિ આપવા માંગતા હોવ તો મહેરબાની કરીને ઇમેઇલ કરો: mailto:customer.cc@redbridge.gov.uk